રાજ્યની જીઆઈડીસી વસાહતના ઉદ્યોગકારો વર્ષોથી જીઆઈડીસીને સર્વિસ ચાર્જ તથા નગરપાલિકા/મહાનગરપાલિકા/પંચાયતને ટેક્ષ એમ બેવડા કર ભારણનો બોજ વહન કરતા હતા. આ બાબતે એફ.આઈ.એ. દ્વારા ઘણા વર્ષોથી સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલ. ઉપરાંત એફ.આઈ.એ. દ્વારા નામદાર હાઇકોર્ટમાં આ બાબતે કેસ પણ દાખલ કરવામાં આવેલ. એફ.આઈ.એ. દ્વારા પ્રમુખશ્રી કાન્તિભાઈ એલ. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસીના ઉદ્યોગકારોની ઘણા વર્ષો જૂની ઉપરોક્ત સમસ્યાનો સચોટ ઉકેલ લાવવા, માન. મુખ્યમંત્રીશ્રી, માન. ઉદ્યોગમંત્રીશ્રી, માન. નાણામંત્રીશ્રી, ગુજરાત સરકારના અગ્ર સચિવશ્રી, ઉદ્યોગ કમિશ્નરશ્રી, ખાણ અને ખનીજ વિભાગ તથા જીઆઈડીસીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપરાંત ગુજરાતના ૧૮૨ ધારાસભ્યશ્રીઓને મુદ્દાસર અને આધાર-પુરાવા સાથે સક્ષમ રજૂઆત કરવામાં આવી હતી. જેના ફળસ્વરૂપ ગુજરાત વિધાનસભામાં પણ ડબલ ટેક્ષેશનના મુદ્દાની નોંધ લેવાઈ હતી. એફ.આઈ.એ.ના સર્વે સભ્યશ્રીઓને જણાવતા આનંદ થાય છે કે, આપણી આ વર્ષો જૂની સમસ્યાનું ઉદ્યોગકારોની માંગણી મુજબ સમાધાન કરી આપવા સરકાર સહમત થયેલ છે.
When Gujarat was struggling for a foothold in the industrial arena of India, a strong and urgent need for uniform, all-round peaceful, stable and sustained development of industries of Gujarat was foreseen as utmost priority by the dedicated and committed industrialists of Gujarat during the year of eighties.
LATEST NEWS
Federation of Industries and Associations (Gujarat)” prominently known as “FIA” is the Apex Representative Body of approx 200 Industries Associations of various GIDC Industrial Estates located across the state of Gujarat.
Copyright © 2023. All rights reserved by FIA Gujarat